મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કારા વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.