- કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે