10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી( આપ)એ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓને આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે.
નોંધનીય છેકે, 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. આપની આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપે દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા.બિન-સચિવાલયની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન યોજ્યું હતું.
20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. જ્યારે બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.