કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા એ હલ્લબોલ કરવામાં આવ્યો

મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (23:50 IST)
કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા એ હલ્લબોલ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા મારમારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી જે મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી મહિલા આરોપીઓને ગઈકાલે રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેમના જામીન ના મંજુર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા..
 
બપોરે 3:30 વાગે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવાના હતા જેથી કોર્ટની બહાર આમ આદમી પાર્ટી ના કાર્યકરો,આગેવાનો અને વકીલ રાહ જોઈ રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા 5:30 વાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના શરૂ કર્યા હતા.સૌ પ્રથમ નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે બાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા જે બાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા જે બાદ ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા જે બાદ ગોપાલ ઇટલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા,આમ 5 તબક્કામાં 65 આરોપીઓ ને 5:35 થી 6:55 સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.આરોપીઓ માં એક માત્ર ઇસુદાન ગઢવીને DYSP ની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા જ્યારે અન્ય આરોપીઓને પોલીસની મોબાઈલ વાનમાં લાવવામાં આવ્યા હતા.ઇસુદાન,ગોપાલ,પ્રવીણ અને નિખિલ સહિત તમામ 65 આરોપીઓને સામાન્ય આરોપીઓને જેમ જજ સામે રજૂ કરવામાં આવ્યા અને ઓળખ પરેડ કરવામાં આવી હતી જે બાદ કોર્ટની રૂમની બહાર પોલીસ બંદોબસ્ત સાથે બેસાડવામાં આવ્યા હતા..
 
7:05 એ બચાવ પક્ષે દલીલ કરવાની શરૂ કરી હતી જેમાં વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે ખાનગી જગ્યાએ આરોપીઓ ગયા છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ છે પરંતુ ભાજપ ના પ્રમુખે જ કહ્યું હતું કે કોઈને કઈ તકલીફ હોય તો સચિવાલયમાં નહીં પરંતુ કમલમ જ આવવાનું ત્યાં જ સોલ્યુશન મળશે.બચાવ પક્ષના અન્ય વકીલે પણ દલીલમાં કહ્યું હતું કે અમને તો અક્ષરધામ મંદિર દર્શન કરવાનું કહીને બસ બુક કરાવી હતી પરંતુ રસ્તામાં બસ ઉભી રાખીને એ લોકો ગયા હતા અને 30 મિનિટ સુધી આવ્યા નહીં બાદમાં પોલીસ આવીને અમને પકડી ગઈ હતી..
 
 
દલીલ દરમિયાન પોલીસે સ્ટેશન ડાયરી ના લાવ્યા હોવાની પણ દલીલ થઈ હતી જેથી જજે 7-45એ પોલીસને તાત્કાલિક ડાયરી લાવવા આદેશ કર્યો જે બાદ પોલીસ ડાયરી લેવા ગઈ હતી અને 9 વાગે પોલીસ ડાયરી લઈને કોર્ટમાં હાજર થઈ હતી.9:05 1 આરોપીને આવતીકાલે PSI ની ફિઝિકલ પરિક્ષા હોવાની દલીલ કરતા આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા.આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પૂછ્યું અને બાદમાં ઓર્ડર લખવાનો શરૂ કર્યો જેમાં પરીક્ષા હોવાથી 1 આરોપી રજનીકાંત પરમારને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું અને અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમ્સ મોકલવા આદેશ કર્યો હતો.આરોપીઓ રજૂ કર્યા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર