AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે ઔવેસી અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા તેઓ ખાનપુર હોટલમાં રોકાયા છે. એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઘણા સમયથી ગુજરાતના પાર્ટીના કાર્યકર્તાને મળી શક્યો ન હતો.
આવનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા આવ્યો છું, અને હવે આવતો રહીશ.તેમણે કહ્યું હતું કે, આજે અમદાવાદમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા માટે માહીતી પુરી મેળવવા આવ્યો છું. જેથી આગામી દિવસોમાં વિધાનસભામાં મજબૂતી સાથે ઉતરીશું. પોઝિટિવ મુદા અને આખા વિઝન સાથે ચૂંટણી લડીશું. મે અને જૂન મહિનામાં પણ અમદાવાદ અને ગુજરાતમાં અન્ય શહેરોમાં પણ જઈશ. પાર્ટીને મજબૂત કરીશું. વિધાનસભા ચૂંટણી મજબૂત રીતે લડીશું.
IB ઇનપુટ હતા અને સરકારે કેમ પગલાં ન લીધા ? જો ઇનપુટ હતા તો હિંસા રોકી શક્યા હોત. પોતાની નાકાયાબી છુપાવવા માટે કહે છે. જો કાવતરાનું હોય તો પેગાસીસ, કોલ રેકોર્ડીંગ છે તો કેમ ન પકડી શક્યાં અને જે લોકો હતા એ નમાઝમાં હતા. શોભાયાત્રા કાઢવા માટેની પરમિશન પોલીસ આપે છે તો પુરી કરવાની જવાબદારી પોલીસની જ છે.
અખંડ ભારતની વાત કરો છો તો પૂરું અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કબજો કરેલું કાશ્મીર, શ્રીલંકા અને ભારતની ચીન જે કબજો કરેલું છે તેની વાત કરો. મહારાષ્ટ્રમાં સ્પીકર હટાવવા મામલે ઓવેસીએ કોઈ જવાબ ન આપ્યો.