અવકાશીય ખગોળીય ઘટના : ભાવનગરમાં બપોરે એકાએક પડછાયો ગાયબ થતાં લોકોમાં કુતૂહૂલ સર્જાયું

મંગળવાર, 31 મે 2022 (10:20 IST)
ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખગોળીય ઘટનાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જે ઘટનાના મોટી સંખ્યામાં લોકો સાક્ષી બન્યા હતા.વર્ષ દરમીયાન બે વખત રાચતી એક ખગોળીય ઘટના આજે રચાઇ હતી. ભાવનગર સહિત કેટલાક પંથકમાં થયેલી આ ખગોળીય ઘટનાને પગલે બપોરના સમયગાળા દરમિયાન સોમવારે લોકોનો પડછાયો ગાયબ થયો હતો.
 
મધ્યાહન સમયે સૂર્ય ઉચ્ચતમ સ્થાને આવતા પડછાયો ગયાબ થઇ ગયો હતો જેને જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને લઈને લોકોમા કુતૂહલ સર્જાયું હતું.ભાવનગર સહીત રાજયના કેટલાક ગામોમાં માનવીનો પડછયો જીરો ડિગ્રી ઉપ્પર થઇ જવાની ખગોળીય ઘટના બની હતી.
 
જેનું ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આજે બપોરે ૧૨ .૩૯ મિનિટે સૂર્ય ઉચ્ચતમ સ્થાને પહોંચતાની સાથે જ અમુક ક્ષણો માટે પડછયો ગુમ થયો હતો. જેને અવકાશીય ખગોળીય ઘટના ગણાવામાં આવે છે.આ પ્રકારે પડછયો ગુમ થવાની ઘટના વર્ષમાં બે વખત બનતી હોય છે. હવે આવી ઘટના ફરી ૧૩ જુલાઈના રોજ ૧૨.૪૭ મિનિટે બનશે.
 
સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન ૨૩.૫ ડિગ્રીની ધરી જોક સાથે પરિભ્રમણ કરે છે.જે પરિભ્રમણને પગલે લોકોને ઋતુઓનો અનુભવ થતો હોય છે. આજે જે ઘટના બની તેમાં સૂર્ય માનવીના માથાની બરોબર ઉપર આવ્યો જેના કરને સામાન્ય રીતે તડકામાં માનવીનો જે પડછયો પડે છે તે આજે દેખાયો ન હતો.
 
ત્યારે લોકો આવી ઘટના પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે અને વધુને વધુ માહિતી મેળવી શકે તેવા ઉમદા ઉદેશથી ભાવનગર ખાતે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકને જીરો શેડો નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ માહિતી મેળવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર