આશારામની પત્ની અને પુત્રી પણ જશે જેલમાં ?

બુધવાર, 5 જુલાઈ 2023 (09:50 IST)
મોટેરા આશ્રમ રેપ કેસમાં આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત સરકારે નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યા બાદ હાઈકોર્ટે તમામને નોટિસ પાઠવી છે. 
 
 જસ્ટિસ એ.વાય. જસ્ટિસ એ કે કોગજે અને જસ્ટિસ હસમુખ સુથારની ડિવિઝન બેન્ચે આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતી સહિત પાંચ મહિલાઓને નોટિસ ફટકારી હતી. કોર્ટે અપીલ દાખલ કરવામાં 29વસના વિલંબની નોંધ લીધી હતી અને પાંચેય મહિલાઓને નોટીસ ફટકારી હતી. 6 મે 2023ના દિવસે ગુજરાતના કાયદા વિભાગે ફરિયાદ પક્ષને આસારામની પત્ની-પુત્રીના છૂટકારા સામે અપીલ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. છોડી મૂકવામાં આવેલા 6માંથી 5ની સામે અપીલ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પક્ષની આ અપીલને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે તેમને નોટીસ ફટકારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર