આ બ્રાન્ચ થકી, અમૂલને શિયાળમાં માર્ગ બંધ થવાની પરિસ્થિતિમાં પણ ચીનની સરહદ સુધીના દૂરસ્થ વિસ્તારોની દૂધ અને દૂધની માંગને પહોંચી વળવા માટે વધુ સક્ષમ કરેલ છે. ગ્રાહકોની દૂધ અને દૂધની બનાવટોની માંગ સંતોષવા માટે, આ બ્રાન્ચ ખાતે વાતાવરણના તાપમાનવાળા (એમબીયન્ટ), ઠંડા કરેલાં (૦ થી ૪ °c) અને થીજાવેલા (- ૨૦ °c) બનાવટોની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમૂલ 6 મિલિયન લીટર દૂધ રોજ 10,755 ગામમાંથી એકત્રિત કરે છે અને ગામ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે. લોકો સુધે એક સારા ઉત્પાદન પહોંચાડવા માટે અમૂલ દ્રારા તેમાં એક 3 ટીયર મોડલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં પહેલાં ગામમાં એક સંસ્થામાંથી દૂધ લેવામાં આવતું હતું. પછી આ દૂધ જિલ્લાના સહયોગી દુધ ભંડાર પાસે જાય છે.