હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવી નાંખી, રેમડેસિવિર ઈન્જેક્શન લેવા કલાકો લાઈનમાં ઉભા રહેવામાં કોઈને મજા નથી પડતી : હાઈકોર્ટ

સોમવાર, 12 એપ્રિલ 2021 (12:52 IST)
કોરોનાની સ્થિતિ બેકાબુ થતાં આખરે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો નોંધ લેતાં જાહેરહિતની અરજી નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે. હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે.

ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે.141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે.ગઈકાલ સુધીમાં 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ 71021 પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીતક કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ રૂરિયાત મંદ લોકો માટેજ કરાયો હતો.ટેસ્ટીંગ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.

જાણો હાઈકોર્ટે શુ શુ કહ્યુ..  

-- ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સુચન 
 
- લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન , લગ્નમાં ફક્ત 50 લોકો એક્ઠા કરવાનું હાઈકોર્ટનું સુચન.
- અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય  
 
- ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન
 
-  ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
 
-  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
* બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો 
* નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો 
-  હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે 
* રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી:CJ
- સામાનય લોકોના rtpcr ટેસ્ટનો રિપોર્ટ આવતા વાર લાગે છે જયારે અધિકારિઓ અને નેતાઓને જલ્દી રિપોર્ટ કેવી રીતે મળે છે.....સરકાર ને કોર્ટનો સવાલ 
- રિપોર્ટ આવતા સમય લાગે છે માટે તે વ્યક્તિ અન્ય ના સંપર્ક માં આવે છે અને આ રીતે કોરો ની ચેન આગળ વધી રહી છે
- વેકસીનના બે ડોઝ લેનારા પણ સંક્રમિત થઈ રહ્યા છે, આપણને ખ્યાલ નથી આ ક્યાં સુધી ચાલશે.. CJ એ કોરોનાથી મૃત્યુ પામેલા IPS વિશે ઉલ્લેખ કરીને કહ્યું કે એમણે ઓન વેકસીન લીધી હતી..
 
જિલ્લામાં જ્યાં 1 લાખથી વધુ લોકો છે એ જગ્યાઓ પણ rtpcr થવા ખૂબ જરૂરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર