ગુજરાતમાં ઇ.સ. 1458-1511માં મહમદ બેગડાનો આતંક હતો. માત્ર 13 વર્ષની વયે સુલતાન બનનારો મહમૂદ બેગડાના મનમાં અજેય અને ચક્રવતી બનવાનું ભૂત સવાર હતું. ઈતિહાસ નોંધે છે કે, તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે 'બેગઢો' કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ 'બેગડો' પ્રચલિત બન્યું. પાવાગઢ -ચાંપાનેરમાં ક્ષત્રીય વંશજોનો લાંબો-બહોળો ઈતિહાસ છે.