અમદાવાદમાં 80ના દાયકાથી દારૂનો ધંધો કરતી મહિલા અમિના બાનુ ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (17:31 IST)
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. દરિયાઈ માર્ગે લાવવામાં આવતાં ડ્રગ્સને પોલીસ પકડી પાડે છે. પરંતુ રાજ્યમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ પણ તાજેતરમાં પકડાઈ છે. ત્યારે હવે MD ડ્રગ્સના જથ્થા સાથે સૌથી જુની મહિલા ડીલર અને તેના સાગરીતની અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના કાલુપુર વિસ્તારમાંથી અમીના બાનું ઉર્ફે ડોન અને સમીર ઉર્ફે બોન્ડ નામના શખ્સની MD ડ્રગઝના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 33.310 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સ સાથે પકડાયેલ અમીના બાનું લતીફના સમયથી દારૂનો વેપલો ચલાવતી હતી અને બાદમાં વર્ષ 2003ની  સાલમાં બ્રાઉન સુગરના કેસમાં 10 વર્ષની સજા પણ કાપી ચુકી છે. થોડાક વર્ષોથી અમીના બાનુએ MD ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો અને SOG ક્રાઇમ બ્રાન્ચ આ મહિલા ડ્રગ્સ ડીલર પર બાજ નજર રાખી રહી હતી. આ મહિલા ડ્રગ્સ ડીલર તેના વિસ્તારમાં ડોન તરીકે ઓળખાતી હતી. મુંબઇ અંડર વલ્ડ સાથે પણ મહંદ અંશે ઘરોબો રાખનારી અમીનાબાનું આજે પોલીસ ગીરફતમાં આવી ગઈ છે.મુંબઈના ડ્રગ્સ માફિયાઓ જેવા કે સદાબ બટાકા અને અફાક બાવા સાથે અમીના બાનું ખૂબ જ નજીકના સંબંધો ધરાવતી હોવાનુ પણ સામે આવી રહ્યું છે. વર્ષ 1980 થી 1990 દરમ્યાન અમીના બાનું દારૂનો ધંધો કરતી હતી અને બાદમાં ડ્રગ્સના ધંધામાં પગપેસારો કર્યો હતો. વર્ષ 2002માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે NDPSના ગુનામાં તેને પકડી હતી અને દસ વર્ષની સજા પણ કાપી ચુકી હતી.દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 07 જેટલા અલગ અલગ ગુના અમીના બાનું પર નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ સમીર ઉર્ફે બોન્ડ વિરુદ્ધ પણ કારંજ પોલીસ સ્ટેશનમાં MD ડ્રગઝનો ગુનો નોંધાયેલ છે. ચેઇન સ્નેચિંગના 30 જેટલા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. અમીના બાનુ મુંબઈથી ડ્રગ્સનો માલ મંગાવતી હતી અને મુંબઈથી વડોદરા મારફતે આ જથ્થો અમદાવાદ લાવતી હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ વાહનોમાં અમીના ડ્રગ્સનો જથ્થો લાવતી હતી જેથી તે પોલીસની નજરમાં આવી શકે નહીં. તેના માટે થઈને આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અમીના બાનું અપનાવતી હતી.અમીના બાનુ મુંબઈના ડ્રગ્સ ડીલર સદાબ બટાકા અને અફાક બાવા જેવા ગુનેગારોને સંપર્કમાં હતી. જેથી આવનારા દિવસોમાં મુંબઈના ઘણા ડ્રગ્સ ડીલરોના નામ SOGની તપાસમાં સામે આવી શકે છે. હાલ SOG ક્રાઇમે અમીના બાનું તથા તેના સાગરીત સમીર ઉર્ફે બોન્ડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.80ના દાયકામાં ડોન લતિફનો અમદાવાદમાં ખૌફ હતો. લતિફ દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો. આ સમયથી અમિના બાનુ પણ દારૂનો ધંધો કરતી હતી. વર્ષ 2002માં NDPS એક્ટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જે મામલે તે જેલમાં હતી અને વર્ષ 2011માં જેલથી બહાર આવી હતી. ત્યાર બાદ વર્ષ 2015માં દારૂના કેસમાં પાસા હેઠળ સુરત જેલમાં હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા 2-3 વર્ષથી તે ડ્રગનો વેપાર કરે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર