વિનય રેડ્ડી વિશે જાણો, જેમનુ લખેલુ ભાષણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વાંચ્યુ

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (14:20 IST)
જો બાઈડન  (Joe Biden)એ બુધવારે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ (US President) ના રૂપમા પદની શપથ લીધી. શપથ ગ્રહણ સમારંભના તરત જ તેમણે દેશના નામે પોતાનુ પ્રથમ સંબોધન પણ વાંચ્યુ. એક બાજુ તેમના આ ભાષણ પર આખી દુનિયાની નજર ટકી હતી તો બીજી બાજુ આ ભારત માટે પણ ખૂબ જ ખાસ હતુ. આવુ એટલા માટે કારણ કે તેને ભારતીય મૂળના અમેરિકી વિનય રેડ્ડીએ (Vinay Reddy)તૈયાર કર્યુ હતુ. 
 
ચૂંટણી પ્રચારમાં પણ લખ્યુ હતુ ભાષણ 
 
આ પહેલા પણ વિનય રેડ્ડી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન જે બાઈડન અને કમલા હૈરિસના ચૂંટણી પ્રચાર માટે ભાષણ લખી ચુક્યા છે. વિનય રેડ્ડીની ખાસ વાત એ  પણ છે કે જયારે બરાક ઓબામા (Barack Obama) ના કાર્યકાળમાં જે બાઈડન ઉપ રાષ્ટ્રપતિ હતા ત્યારે તે તેમના ચીફ સ્પીચરાઈટર પણ હતા. તેઓ હવે રાષ્ટ્રપતિ જે બાઈડનના ડાયરેક્ટર ઑફ સ્પીચરાઈડિંગ તરીકે પણ નિયુક્તિ પામ્યા છે. 
 
કોણ છે વિનય રેડ્ડી 
 
રાષ્ટ્રપતિ જો બાઈડનનુ ભાષણ લખનારા પહેલા ભારતીય મૂળના અમેરિકી વિનય રેડ્ડી ઓહાયોના ડાયટનમાં ઉછેર્યા છે તેમને પોતાનો અભ્યાસ ઓહાયો સ્ટેત યૂનિવર્સિટી કોલેજ ઓફ લૉ થી પૂર્ણ કર્યો છે. તેમને બેચલર્સ ડિગ્રી મિયામી યૂનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યુ છે. રિપોર્ટ્સ મુજબ રેડ્ડીના પરિવાર તેલંગાનાના હૈદરાબાદથી 200 કિમી દૂર સ્થિત પોથિરેડિપેટા ગામના છે. આ પહેલા તેઓ  2013 થી 2017 સુધી જો બાઈડનના મુખ્ય સ્પીચ રાઈટર પણ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ વિનય રેડ્ડી જો બાઈડન માટે સ્પીચ તૈયાર કરવાના કામમાં ગયા વર્ષથી જ લાગી ગયા હતા. 
 
1970માં પિતા ગયા હતા અમેરિકા 
 
વિનય રેડ્ડીના પઇતાનુ નામ નારાયણ રેડ્ડી છે. તેમણે શરૂઆતી શિક્ષા પોથિરેડિપેટા ગામમાં જ મેળવ્યુ. ત્યારબાદ હૈદરાબાદથી એમબીબીસનો અભ્યાસ કર્યો. પછી 1970માં તેઓ અમેરિકા જતા રહ્યા હતા. વિનય રેડ્ડી અમેરિકામાં જ જન્મ્યા છે પણ તેમના પરિવારમાં ભારતીય પરંપરાને પણ દૂર નથી કરવામાં આવ્યો. ગામ સાથે હંમેશા સૌનો સંબંધ જોડાયેલો રહ્યો. ગામમાં પરિવારની હજુ પણ ત્રણ એકર જમીન અને એક ઘર છે.  નારાયણ રેડ્ડી અને તેમની પત્ની વિજયા રેડ્ડી હજુ પણ ગામ આવે છે જાય છે તે અંતિમ વાર ફેબ્રુઆરી 2020માં આવ્યા હતા. 
 
પરંપરા જૂની છે
 
વિશેષ વાત એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ભાષણની પરંપરા જ્યોર્જ  વૉશિંગ્ટનના સમયથી ચાલી આવી છે. 30 એપ્રિલ, 1789 ના રોજ વોશિંગ્ટન યુએસના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. પોતાના પ્રથમ ભાષણમાં, તેમણે નવી અને મુક્ત સરકાર વિશે વાત કરી. સાથે જ તેમના બીજા કાર્યકાળમાં, તેમણે 135 શબ્દોમાં  ઇતિહાસમાં સૌથી ટૂંકું ભાષણ આપ્યું. જ્યારે, 1841 માં, વિલિયમ હેનરી હેરિસને 8455 શબ્દો સાથે સૌથી લાંબું ભાષણ આપ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર