નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 18, 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે.