રાજ્યમાં મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાલનપુર ગ્રામ્યના માલણ, વાસણ, ધાણધા, અલીગઢ, કરજોડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલણ ગામના મોદીવાસમાં તો ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા હતા.બનાસકાંઠાના ભીલડી માર્કેટ યાર્ડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં અનાજ લઈને આવતા ખેડૂતોને પણ વ્યાપક મુશ્કેલીઓ નો દર વર્ષે સામનો કરવો પડે છે, ત્યારે આ વર્ષે પ્રથમ વરસાદમાં જ માર્કેટ યાર્ડ માં પાણી ભરાઈ જતા ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ પળડી જવા પામી છે. જેથી માર્કેટ યાર્ડમાં ભરાઈ જતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.