અંબાજીના અકસ્ત્માત મામલો- ખાનગી બસ પલટતાં 21થી મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ

મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (10:27 IST)
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. બસ સ્લીપ ખાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી. જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા.



આણંદ તાલુકા સુદન, ખડોલ, દાઉલ, મીનાવાડા નંદેસની, આણંદ ગામના યાત્રિકો હતા. 

ઘટનાસ્થળે બચાવ કામગીરીને યુધ્ધના ધોરણે કરાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પર લોહીથી લથપથ હતો.ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારતાં ઘટનાસ્થળે જ 10થી વધારે લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે મુસાફરોની ચીચીયારીઓ ગુંજી હતી.હાઈવે પર દોડધામ મચી હતી. ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે. ઘટનાસ્થળે 108 સહિતની એમ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો.બસ પલટાઇ જ 15થી વધુ ઇજાગ્રસ્તોને 108 મારફત તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર અકસ્માતને પગલે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયો હતો. તાજેતરમાં અહીં અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર