અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ, બસની બ્રેક ફેલ થતા પલટી બસ, 9ના મોત

શનિવાર, 8 જૂન 2019 (10:31 IST)
બનાસકાંઠા જીલ્લાની એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 5 અન્ય 17 લોકો ઘાયલ થઈ ગયા.  પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીના ત્રિસૂલિયા ઘાટ પાસે એક મિની બસની બ્રેક ફેલ થઈ ગયા પછી તે પલટી ગઈ અને એક ખાઈમાં જઈ પડી. આ ભીષણ અકસ્માતત પછી વિસ્તારના સ્થાનીક લોકો મદદ માટે સામે આવ્યા અને નિકટના હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે.  પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં લગભગ 25  જેટલા મુસાફરો સવાર હતા. અને અંબાજી દર્શન કરીને વડગામ તાલુકાના ગામ ભાલ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક મિની બસની બ્રેક ફેલ થઈ ગયુ અને બસ પલટી ખાઈને ખાઈમાં પડી. જેને લીધે 9 લોકોના મોત થયા જ્યારે કે 17 અન્ય ઘાયલ થયા છે. 
 
આ અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. મૃતકો વડગામ તાલુકાના ભલગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
 
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. બનાસકાઠા જીલ્લા પ્રશાસને ઘાયલોને દરેક શક્ય મદદ કરવાનો આદેશ આપ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર