ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા

શનિવાર, 9 એપ્રિલ 2022 (22:18 IST)
વાયુપ્રદૂષણને કારણે ભારતના 9 શહેરોના 1 લાખ લોકોના અકાળે મોત
 
ગુજરાતના અમદાવાદ અને સુરત શહેર સામેલ... ભારતમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બનતું જાય છે અને 
હવે સત્તાવાર રિપોર્ટ પણ આવી ગયો છે ભારતના નવ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે 1 લાખ લોકોના અકાળે મોત થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકોએ હવે વધારે ગંભીર થવાની જરુર છે. 
 
ગુજરાતના અમદાવાદ અને સુરતની હવા વધારે પ્રદૂષિત
સ્ટડીને આધારે એવું કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સૂરત શહેરની હવા સૌથી વધારે પ્રદૂષિત છે. વાયુ પ્રદૂષણને કારણે ભારતના જે 9 શહેરોમાં 1 લાખના અકાળ મોતની સંશોધનમાં વાત કરવામાં આવી છે તેમાં અમદાવાદ અને સુરત શહેર પણ સામેલ છે માટે લોકોએ વધારે ચેતી જવાની જરુર છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર