અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ

સોમવાર, 6 ઑક્ટોબર 2025 (10:14 IST)
અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમા આગ લાગતા દોડાદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી
હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગ માત્ર લોન્ડ્રી વિભાગ સુધી મર્યાદિત રહી, તેથી હોસ્પિટલની અન્ય સેવા પર કોઇ અસર ન થઈ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર