અમદાવાદ પોલીસે આતંક મચાવનાર નબીરાઓને ભણાવ્યો પાઠ, ઉઠક-બેઠક સાથે મંગાવી માફી

ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (12:14 IST)
Photo : Twitter
દિવાળીની રાત્રે છાટકા બનીને અમદાવાદના પોશ વિસ્તારમાં આતંક મચાવનારા નબીરાઓને અમદાવાદ પોલીસે પાઠ ભણાવ્યો છે અને તમામ નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ છે જે કદાચ હવે આગામી સમયમાં કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા પહેલા સૌ વખત વિચારશે.
 
અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે રસ્તા વચ્ચે દારૂખાનું ફોડી રોડ પર અવરજવર બંધ કરાવનારા અને ખુલ્લેઆમ રિતસરનો આતંક મચાવનારા નબીરાઓને અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ તમામ નબીરાઓને અમદાવાદ પોલીસે પકડી પાડ્યા હતા અને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું ત્યાં જ સિંધુ ભવન રોડ પર તેઓને ઉઠકબેઠક પણ કરાવી હતી. ત્યાં જ તમામ લોકો પાસે માફી પણ મંગાવી હતી.
 
દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા, જેમાં ગાડીની છત પર તથા અન્ય વાહન ચાલકોને તકલીફ પડે અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડી જાહેર રોડ પર અયોગ્ય વર્તન કરતા હતા.
 
જો કે આમાથી કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અંતે પોલીસે ફરિયાદ નોંધી હતી. અને તેમની અટકાયત કરી હતી. અંતે આ યુવાનોની હરકતના વીડિયો વાયરલ થયા બાદમાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.પોલીસએ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સ્કોર્પિયોના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ સંજોગોમાં આ પ્રકારનું વર્તન કરતા યુવકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બને છે. કારણ કે ફટાકડા ફોડવાના કારણે આ સિવાય પણ અનેક જગ્યાએ મારામારીના બનાવો પણ સામે આવ્યાં છે.
 
આ મામલે સરખેજ પોલીસે હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલ બે ગાડીઓ પણ કબજે કરવામાં આવી તો બીજી તરફ બનાવ સમયે આરોપીઓ નશાનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીઓની વિરુદ્ધ ipc ની કલમ 308, 286, 279 નો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર