જો કોઇ તમને કહે છે કે તમારી કારમાંથી ઓઇલ લીકેજ થાય છે અથવા પછી ટાયરની હવા નિકળી ગઇ છે તો પહેલાં જ સાવધાન થઇ જજો. ક્યાંક એવું ન થાય કે અજાણ્યાની વાતમાં આવીને તમે તમારો કિંમતી સામાન ગુમાવી ન દો. અમદાવાદમાં આવી જ એક ગેંગ હાલ સક્રિય છે, જે કાર ચાલકોને મૂર્ખ બનાવીને ગાડીમાં રાખેલા લેપટોપ, બેગ અને મોબાઇલ પર હાથ સાફ કરી દે છે.
અમદાવાદના વેજલપુરમાં શ્યામ સુંદર સોસાયટીમાં રહેનાર જગદીશભાઇ પરમાર એક નાણાકીય કંપનીમાં કામ કરે છે. તે પોતાની ઓફિસમાં કામથી ક્યાંક જઇ રહ્યા હતા. અત્યારે તે અંજલી બ્રીજ ફ્લાયઓવર પાસે પહોંચ્યા જ હતા કે તેમનો ફોન આવી ગયો. જગદીશભાઇ કારને સાઇડમાં ઉભી કરી વાત કરવા લાગ્યા. આ દરમિયાન સામેથી એક છોકરો આવ્યો અને તેના બોનેટ નીચે ઓઇલનો ઇશારો કર્યો. પાસે આવતાં તેને જણાવ્યું કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે.