અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે આમતેમ ફાંફા મારવા લાગ્યા છે. અમદાવાદના બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને જોતાં કોરોના સંક્રમણનો ભય વધી રહ્યો છે. ખરીદી કરવા માટે ઉમટેલી ભીડ લોકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટેસિંગના લીરેલીરા ઉડાડતા જોવા મળ્યા હતા.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ થતાં તંત્રએ લાલ આંખ કરી છે. બજારમાં માસ્ક વિના ફરતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા શહેરમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. જે લોકો બજારમાં માસ્ક વિના ફરી રહ્યા ફરતા લોકોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવે છે તેમને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છું અને જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવી રહ્યો છું.
ગાંધીનગરમા પણ માસ્ક ન પહેરાનારા સામે કાયદો સખત કરાયો છે. ગાંધીનગરમાં પણ જો નિયમોનુ પાલન નહિ કર્યુ તો કાર્યવાહી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જ્યાં અભાવ દેખાશે ત્યા પોલીસ કાર્યવાહી કરશે. મોલ, રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં પણ ભીડ દેખાશે તો તંત્ર દ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે તેવી ગાંધીનગરના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.