બાપુનગર ભીડભંજન માર્કેટમાં અચાનક લાગી આગ, સંખ્યાબંધ દુકાનો આગની લપેટમાં

શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (10:43 IST)
અમદાવાદ ભીડભંજન રોડ પર કાપડ બજારમાં ગઈકાલે મોડી રાત્રે અચાંક આગ ભભૂકી ઉઠી હતી. . નવ જેટલા ફાયબ્રિગેડની ગાડીઓ સાથેના કાફલાએ ભારે જહેમત બાદ આગ ઓલવી.
 
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર સામેના કાપડ બજારમાં ભીષણ આગ લાગી છે. જેમાં 20 જેટલી દુકાનો આગની લપેટમાં આવતા 5થી વધુ ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયરકર્મીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.
 
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર પાસેના કાપડ  બજારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ ત્યાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર