પાકિસ્તાનના બે વ્યક્તિઓ પાસે ટેલિગ્રામમાં પાસવર્ડ મેળવી વિદેશી નાગરિકોને લૂંટતી ગેગ ઝડપાઇ

શનિવાર, 13 માર્ચ 2021 (19:25 IST)
-પાકિસ્તાન થી ડાર્ક વેબ સાઈટનો આઈ.ડી પાસવર્ડ મેળવ્યો હતો
-ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા આરોપી
-જીયા મુસ્તફા અને સદામ નામના શખ્શ પાસેથી આઈ.ડી અને પાસવર્ડ મેળવ્યા
-આઈ.ડી પાસવર્ડ ના બદલામાં શરૂઆતમાં ઓનલાઈન રૂપિયા આપ્યા અને ત્યાબાદ બીટકોઇન ટ્રાન્સફર કર્યા હતા
 
આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ગેગ..ત ધ્વારા વિદેશી નાગરિકોણ ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી નાખતા.હતા .અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની વિગતો સામે આવી છે.આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમને ટેલિગ્રામ દ્વારા પાકિસ્તાનના બે વ્યક્તિઓનો સંપર્ક થયો અને ડાર્ક વેબસાઇટનો પાસવર્ડ મેળવ્યો હતો અને તેમને રૂપિયા પણ મોકલ્યા છે.
 
ડાર્ક વેબ સાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષ વર્ધન પરમાર,મોહિત લાલવાની તથા કલપેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી..આ ત્રણેય શખ્શો એક બીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા.. પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા નહોતા. ટેલીગ્રામ એપ્લીકેશ મારફતે છેલ્લા ત્રણેક વર્ષથી પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા. ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચ માં જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
 
અલગ અલગ રાજ્યોના સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જત્થામાં ખરીદી કરી લેતા હતા.....બાદમાં ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રીસીવ કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડીથી આ ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા...જેમાં અત્યારસુધીમાં કલપેશ સિંધાએ 70  લાખ, હર્ષ વર્ષને પણ 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી લીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે..હાલ પોલીસ આરોપીઓએ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આ ત્રણેય આરોપીઓ પૈકી  આરોપીઓ કલ્પેશ સિંધા વડોદરાનો રહેવાસી છે અને ઈલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએટ થયેલો છે...સમગ્ર કાવતરામાં માસ્તર માઈન્ડ કલ્પેશ સિંધા હોવાનું પોલીસ માની રહી છે.... કારણકે તેની પાસેથી 200 જેટલા સીમ કાર્ડ પણ પોલીસ કબજે કર્યા છે..ત્યારે હાલ આ સમગ્ર કેસમાં આરોપીઓના નિવેદનમાં વિજય વાઘેલા નામના એક શખ્શનું નામ સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તેની પણ ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર