અમદાવાદમાં દિવાળીને પગલે શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર, જાણો શું કરશે પોલીસ

ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (09:45 IST)
દિવાળીના પર્વમાં થતી ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ કે અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્ છે. તહેવાર દરમિયા ગુનાખોરી આચરતા તત્વો પર પોલીસની બાજ નજર રહે. કોરોનાની ગાઈડલાઈનવું પાલન કરાવવા ભીડભાળ વાળા બજારોમાં રેન્ડમલી વેકસીન સર્ટિફિકેટ પણ પોલીસ ચેક કરે તો નાગરિકો એ ખરીદી કરતા ધ્યાન રાખજો.શહેરની સોસાયટીઓના ચેરમેન સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે.  પોલીસ આવા મકાનો પર ખાસ નજર રાખે છે. જેથી ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. ચેકિંગ માટ શહેર 200 જેટલા સ્થળો પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યાં છે.પેટ્રોલિંગ માટે 90 પીસીઆર વાન પણ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય લૂંટની ઘટનાઓ અટકાવવા માટે 78 જેટલ હોકબાઈકનો પણ ઉપયોગ થશે. ભીડભાડ અને બજારોમાં પોલીસન 130 જેટલી ટીમ ફૂટ પેટ્રોલિંગ કરશે, અને કન્ટ્રોલ રૂમના સીસીટીવી અને હેલ્પલાઈન ડેસ્ક પરથી અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે.આ અંગે અમદાવાદ પોલીસના સેકટર વન વિભાગમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર આર વી અસારીએ માહિતી આપતા લોકોને એ પણ અપીલ કરી રહી છે કે જ્યારે પણ કોઈ સ્થાનિક ઘર બંધ કરીને બહારગામ જાય છે તો પોતાનો કિંમતી સામાન અને3 રોકડ રકમ સલામત રીતે મૂકીને જાય.એટલે કે દિવાળીના પર્વ દરમિયાન તસ્કરો બેફામ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર