અમદાવાદમાં માસ્ક નહીં પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500નો દંડ થશે

સોમવાર, 13 જુલાઈ 2020 (16:00 IST)
અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ રૂ.200નો દંડ વધારીને રૂ. 500 કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે  તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. હાલ અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દંડ ભરે છે. હાલમાં સમગ્ર દેશમાં માસ્ક ન પહેવા પરના દંડની રકમ સૌથી ઓછી ગુજરાતમાં લેવામાં આવે છે. જેની સાથે તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વેલાવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર