અમદાવાદનું નામ બદલવામાં પણ રાજનિતી, હવે કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો

મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:19 IST)
અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપા ચૂંટણી જીતવા કોમી એકતા અને ભાઇચારાની ભાવના સાથે રહેતા અમદાવાદીઓમાં વૈમનસ્ય ફેલાવાની ગંદી રાજનીતિ કરે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે અમદાવાદનુ નામ બદલવાની ગંદી રાજનીતિ શરૂ કરી છે. અમદાવાદનુ નામ ઇતિહાસ સાથે જોડાયેલુ હોવાથી તેમાં છેડછાડ કરવી જોઇંએ નહીંતેમણે સવાલો ઉઠાવ્યા કે જો ભાજપે અમદાવાદનુ નામ બદલવું હતું તો યુનેસ્કોને વલ્ડ હેરીટેઝ માટે મોકલાયેલા ડોઝીયરમાં અમદાવાદ નામ કેમ રાખ્યું હતું? વર્ષ ૨૦૧૯ની ચૂંટણી નજીક છે ત્યારે જ કેમ કર્ણાવતી નામ યાદ આવ્યું? અમદાવાદનુ નામ કર્ણાવતી કરાવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૮ વર્ષથી રાજકીય રોટલા શકે છે ભાજપાને ચૂંટણી નજીક આવતા રામ, રામ મંદિર કલમ ૩૭૦ અને કર્ણાવતી યાદ આવે છે. તેમણે ચિમકી પણ ઉચ્ચારી કો જો અમદાવદાનું નામ કર્ણાવતી કરવાની કવાયત થકી જો ભાજપ કોમી ધ્રુવીકરણની રાજનીતિ બંધ નહીં કરે તો તેઓ જન આંદોલન કરશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર