મહારાષ્ટ્ર - માલગાડીના ક્ન્ટેનરમાં આગ, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ, 12 ટ્રેન રદ 10 ટ્રેનના રૂટમાં બદલાવ
મોડીરાત્રે માલગાડી મહારાષ્ટ્રના દાહણું અને વાનગાંવ વચ્ચે આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આગને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી. માલગાડીના ક્ન્ટેનરમાં આગ લાગતા રેલવે અધિકારીઓ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી જતા સ્થિતિ કાબુમાં આવી હતી.
વેસ્ટર્ન રેલવે મુજબ રાત્રે બનેલ આ ઘટનાને પગલે તે લાઈની ટ્રેનોની અવરજવર બંધ કરવો પડ્યો હતો. કુલ 12 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી તો કેટલીય ટ્રેનોનો સમય બદલવો પડ્યો હતો. મોડી રાત્રે 1 વાગીને 35 મિનિટની આસપાસ ડાઉન ખોલવામાં આવી. જ્યારે મુંબઈ તરફ જતી લાઈનને બંધ જ રાખવી પડી હતી. ઘટનાને પગલે 12 ટ્રેનને રદ કરી દેવામાં આવી હતી, જ્યારે 10 ટ્રેનના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો. રેલવેએ ઘટના બાદ અપ લાઈન ખોલવા માટે રાહત અને બચાવકાર્ય તેજીથી ચલાવી રહ્યું છે.