જાગો ગુજરાત - પંજાબની જેમ ગુજરાતના યુવાનો પણ થઈ રહ્યા છે ડ્રગ્સના શોખીન !

શુક્રવાર, 29 જૂન 2018 (15:08 IST)
પંજાબના યુવાઓને ડ્ર્ગ્સે સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધુ છે. અનેક પરિવાર પણ બરબાદ થઈ ચુક્યા છે. ડ્રગ્સની આ લત હવે ગુજરાતના યુવાઓને પણ ઝડપથી લાગી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ્બ્યુરો મુજબ આ સમયે ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સનુ સેવન ઝડપથી વધી રહ્યુ છે. બ્યુરો મુજબ સૌથી વધુ યુવા પાર્ટીને બહાને ડ્રગ્સનુ સેવન કરે છે. તસ્કરીના રસ્તા બદલાય ગયા છે. 
 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુજબ પહેલા કાશ્મીરથી મુંબઈ કે રાજસ્થાન થતા ગુજરાતમાં ડ્રગ્સ આવતુ હતુ. પછી અહીથી કેરિયરના માધ્યમથી ડ્રગ્સ રિસીવરને આપવામાં આવતુ હતુ. પણ હવે કેરિયરના રૂપમાં નાઈજીરિયંસનો ઉપયોગ વધી ગયો છે. એવુ માનવામાં આવે છે કે યુવા પાર્ટી કરવાને બહાને  ગેરકાયદેસર રીતે ડ્રગ્સને ખરીદીને નશો કરી રહ્યા છે. તેમા ગુજરાતના બધા મોટા શહેરના યુવાઓનો સમાવેશ છે. 
 
5 વર્ષમાં ડ્રગ્સના અનેક કેસ કર્યા - હરિઓમ ગાંધી 
 
એનસીબીના અધિકારીઓ મુજબ અમદાવાદમાં સૌથી વધુ યુવા ડ્રગ્સનુ સેવન કરી રહ્યા છે. બીજી બાજુ વડોદરામાં પણ તેમા ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.  એનસીબીના જોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ કહ્યુ કે છેલ્લા 5 વર્ષમાં આપણે ડ્રગ્સના અનેક કેસ કર્યા છે. તેમા ડ્રગ્સ રિસીવર અને કેરિયરની ધરપકડ થઈ છે. અમે જોયુ કે તેમા વિદેશી નાગરિકોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યના બધા મોટા શહેરોમાં યુવા ઝડપથી ડ્રગ્સના એડિક્ટ બની રહ્યા છે. 
 
મહિલાઓની વધતી સંખ્યા ચિંતાજનક 
 
ડ્રગ્સ લેવામાં સ્ત્રીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  ડ્રગ્સ પહોંચાડવાની પણ નવી નવી રીત ઉપયોગમાં લેવામાં આવી રહી છે.  થોડા દિવસ પહેલા જ પકડાયેલા એક નાઈજીરિયનની ચપ્પલમાં ડ્રગ્સ મળી. છાપા દરમિયાન પણ ઘણી માત્રામાં ડ્રગ્સ મળી રહી છે.  છાપાની કાર્યવાહી દર વર્ષે વધી રહી છે અને દરેક વખતે યુવા જ તેમા ફસાયેલા જોવા મળે છે. 
 
આ છે પ્રમાણ કે ક્યારે કેટલા આરોપી ડ્રગ્સ સહિત પકડાયા 
 
13-2-13  ચરસ 16  કિલો - 3 આરોપી
 
01-5-13 ચરસ 3.120 કિલો -  2 આરોપી
 
06-7-13 ચરસ 20.660 કિલો 2 આરોપી
 
05-9-13 હેરોઈન 596 ગ્રામ - 0
 
05-10-13 ચરસ 46.740 કિલો 1
 
27-11-13 ચરસ 13.320 કિલો 2
 
22-2-14 ચરસ25.31 કિલો 3
 
07-3-14 એમ્ફેટમાઈન 0.69 કિલો 2
 
એફેડ્રીન પાવડર 4.120 કિલો
 
એફેડ્રીન ટેબલેટ 0.561 કિલો
 
26-3-14 ચરસ 05.530 કિલો 3
 
10-4-14 ચરસ 550 ગ્રામ -0
 
28-6-14 ચરસ17.650 કિલો 1
 
19-7-14 ચરસ 15.090 કિલો 2
 
25-9-14 હેરોઈન બ્રાઉનસુગર 1.410 કિલો 2
 
2/3-1014 ચરસ 3 કિલો 1
 
11-10-14 ચરસ 7 કિલો 3
 
17/18-11-14 ચરસ 10 કિલો 1
 
31-1-15 અલ્પ્રાજમ ટેબલેટ 272.522 કિલો 5
 
01-2-15 મીથાઈલફેનીડેટ પાવડર 0.417 કિલો
 
ડાયજાપમ ટેબલેટ 14310 ટેબલેટ અને 
 
ટ્રમાડોલ પાવડર  1.120 કિલો અને 
 
22.100 કિલો
 
ટ્રામડોલ ટેબલેટ  0.340 કિલો
 
સ્ટલ્ડોનાફાઈલ ટેબલેટ 1.640 કિલો
 
ટેપેન્ડોલ ટેબલેટ 2.360 કિલો
 
10-5-15 ચરસ 3.004 કિલો 1
 
 
20/21-5-15 જોલ્પીડેમ 14310 ટેબલેટ અને 
 
અલ્પ્રાજોલમ -  1.120 કિલો 
 
ડાઈજાપમ -  272.522 કિલો 3
 
06-10-15 ચરસ 6.185 કિલો 2
 
12-11-15 ગાંજો  23.493 કિલો  -0
 
13-1-16 ચરસ 3.955 કિલો 2
 
13-6-16 ચરસ 2
 
19-6-16 હેરોઈન 1.196 કિલો 2
 
25-6-16 ચરસ 14.941 કિલો 2
 
04-8-16 એટમીનોફીન હાઈડ્રોન 100 ટેબ્લેટ -0
 
06-8-16 ગાંજો 31.900 કિલો 3
 
09-8-16 પ્રતિબંધિત ડ્રગ્સ જખીરા 5
 
11/12-8 16
 
09-12-16 ચરસ 3 કિલો 1
 
22-1-17 ચરસ 560 ગ્રામ 1
 
13-2-17 ચરસ 6.050 કિલો 3
 
27-3-17 ઓપીયમ બોલ્સ 6.723 કિલો3
 
19/20-5-17 ચરસ 14.854 કિલો 2
 
9/10-6-17 એમ્ફેટમાઈન 747 ગ્રામ1
 
કોકેઈન 243 ગ્રામ
 
MDMA65 ગ્રામ
 
21-6-17 એમ્પેટમાઈન 700 ગ્રામ 1
 
કોકેઈન 587 ગ્રામ 
 
31-7-17 હેરોઈન 1500 કિલો 13
 
7-11-17 ચરસ5.390 કિલો 2
 
10-11-17 ચરસ 10 કિલો 2
 
12-12-17 ચરસ 4.462 કિલો 1
 
14-2-18 ચરસ 9.363 કિલો 3
 
07-3-18 હેરોઈન 1.210 કિલો 1 નાઈજેરિયન 
 
16-3-18 ચરસ 14.168 કિલો 3
 
19-3-18 એમ્ફેટમાઈન 0.404 કિલો 1 નાઈજેરિયન 
 
4/5-5-18 ચરસ 8.879 કિલો 2
 
 
25-5-18 ચરસ 10.043 કિલો 2
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર