અકસ્માત રાત્રે થાય છે, પોલીસ કાર્યવાહી દિવસે કરે છે, જેનો ભોગ ગરીબ લોકો બને છે; ભાજપના ધારાસભ્ય કાનાણી
અમદાવામાં ઈસ્કોન બ્રિજ બાદ અનેક અકસ્માતની ઘટના બની હતી ત્યારે ગત મોડી રાત્રે સુરતમાં નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને છ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સુરતના વરછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી દિવસે થતી હોય છે જ્યારે અકસ્માતની ઘટના રાત્રે બને છે. દિવસના ટ્રાફિક ડ્રાઈવ ચાલાવાય છે જેમા 20-25 પોલીસના જવાનો રોડ પર ઉભા રહીને ટ્રાફિકના નિયમો ભંગ કરાનારા લોકોને દંડ કરે છે. જો કે અકસ્માતની ઘટના મોટે ભાગે રાત્રે બને છે. દિવસના આવી મોટી ઘટનાઓ બનવાની શક્યતા ઓછી છે કારણકે દિવસે તો ટ્રાફિક હોય છે.
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતું કે લાયસન્સ અને અન્ય વસ્તુને લઈ સામાન્ય લોકોને હેરાનગતિ થાય છે. પોલીસની કાર્યવાહી મોડી રાતે થવી જોઈએ. આ સિવાય સુરતમાં ઇ મેમો અને CCTVનું કન્ટ્રોલ છે તેમજ નશો કરીને નીકળતા વ્યક્તિ પર કાર્યવાહી કરવી જોઈએ ફક્ત વહીવટી તંત્ર પર આધાર રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત માતા પિતાએ પોતાના દીકરા-દીકરીઓ પર ધ્યાન રાખવું જોઈએ તેમ કહ્યું હતું. તેમણે બેફામ વાહન ચલાવવાની ઘટનામાં કડક કાર્યવાહી તેમજ કાયદામાં સુધારો જરુરી છે તેમ જણાવ્યું હતું. આ બાબતે CM અને HMનું ધ્યાન દોરીશું.