આબૂરોડમાં હોટલ માલિકે ગુજરાતી પર્યટકોને ડંડા અને કુહાડી વડે માર માર્યો

સોમવાર, 30 નવેમ્બર 2020 (10:15 IST)
માઉન્ડ આબૂ ગુજરાતની નજીક હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ફરવા જાય છે. આબૂમાં ઘણા ફરવાલાયક સ્થળ હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ એક પર્યટકને આબૂરોડ પર સ્થિત હોટલ માલિકનો ખરાબ અનુભવ થયો. એક હોટલ માલિકે પર્યટક સાથે મારઝૂડ કરી. ગુજરાતના પર્યટકો સાથે હોટલ સંચાલક અને હોટલકર્મીઓ દ્વારા મારઝૂડ કરી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં હોટલ સંચાલક અને સ્ટાફ દ્વારા પર્યટકો પર ડંડા અને કુહાડી વડે હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. મારઝૂડની ઘટનામાં ત્રણ ગુજરાતી પર્યટક ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. ઘટનાની સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.  
 
રિપોર્ટ અનુસાર મહેસાણાના પર્યટકો સાથે આબૂરોડ સ્થિત હોટલ જય અંબેના સંચાલક અને સ્ટાફે મારઝૂડ કરી. મહેસાણાના પર્યટક હોટલમાં પાણી અને જમવાનું લેવા ગયા હતા. તે સમયે ત્રણ પર્યટકોની હોટલ સંચાલક સાથે બોલાચાલી થઇ હતી. હોટલ સંચાલક અને સ્ટાફે ડંડા અને કુહાડી વડે પર્યટકો સાથે મારઝૂડ કરી. આ ઘટનામાં ત્રણ પર્યટક ઘાયલ થયા છે. હોટલમાં મારઝૂડ થઇ હોવાની સૂચના મળતાં આબૂ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 
 
પર્યટકે હોટલના માલિક પર આરોપ લગાવ્યો છે કે અમે હોટલ જય અંબેમાં પાણી લેવા ગયા હતા. તે દરમિયાન બોલાચાલી થતાં હોટલ સ્ટાફ અને સંચાલકે કુહાડી વડે હુમલો કર્યો. અમે તેમને છોડીશું નહી, કુદરત આ લોકોને સજા આપશે. અમે અહીં બેઠા હતા અને જ્યારે પાણી બોટલ લેવા ગયા  ત્યારે લોકોએ અમારી સાથે મારઝૂડ કરી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર