સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 15 જેટલા પશુઓના મોત, લંપી વાયરસે કહેર મચાવ્યો

શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (16:58 IST)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 15 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. જોકે સરકાર નો પશુ પાલન વિભાગે મોડે મોડે જાગ્યો છે. ઢીલી કામગીરી ને લઈ ને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લંપી વાયરસે કહેર માં મચાવ્યો હતો. જોકે હવે સુરત જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે.

જિલ્લાના માંડવી બાદ હવે માંગરોળ તાલુકામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. ગ્રામજનોએ છેલ્લા એક મહિનાથી લંપી વાયરસને કાબુમાં લેવા મથામણ કરી રહ્યાં છે. પશુપાલન વિભાગે જાણ કરવા છતાં પોતાની ઓફીસ માંથી મોડે મોડે જાગેલી પશુ પાલન અધિકારી ની ટિમ સ્થળ પહોંચી 15 પશુના મોત બાદ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહ્યું છે. વેરાકોઈ ગામના લોકો મુખ્યત્વે પશુ પાલનના ધંધા સાથે સંકળાયેલા લોકો છે. દુધાળા, ગાભણ, બળદ તેમજ વાછરડાઓના પણ મોત નિપજતા પશુ પાલકોની હાલત કફોડી બની છે. તાલુકામાં લંપી વાયરસે કહેર વરર્તાતા સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા પશુઓને વેક્સીનેશ તેમજ દવા વિતરણ ની કામગીર કરવામાં આવી રહી છે. તેમજ પશુ પાલકોને લંપી વાયરસ કાબુમાં લેવા માટે તેમજ અટકાવવા કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજણ આપી રહ્યા છે.

સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના ના અસરગ્રસ્ત એવા વિસ્તાર ની મુલાકાત કરી દોઢ લાખ જેટલા પશુઓને લક્ષણ જોવામાં આવ્યા હતા. અને જેમાં નહીવત પશુઓના મોત નિપજ્યા હતા. સુમુલ ડેરીના વેટનરી વિભાગ વેક્સીનેશ ની કામગીરી કરી રહ્યો છે. જોકે પશુ પાલકો કહી રહ્યા છે. વેક્સીનેશ માટે વપરાતી નિડલ (સોય) થીજ અન્ય પશુઓને ઓને પણ રસીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે એકજ નિડલ સોયથી બીજા પશુનો રસીકરણ કરવામાં આવે તો ચેપ લાગી શકે છે. જેમ માણસો ઓને અલગ અલગ સુય નિડલ થી ઇન્જેક્શન મુકવામાં આવે તેજ પ્રકારે પશુઓને પણ ઇન્જેક્શન મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 15 જેટલા પશુઓના મોત તેમજ અન્ય પશુઓમાં જોવા મળેલા લંપી વાયરસના લક્ષણ બાદ પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર