આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ

સોમવાર, 17 એપ્રિલ 2023 (18:01 IST)
સુરત  ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AAP ના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી તે કારણે અટકાયત થઈ હોય શકે છે.

ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે. ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હોવાથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવાયા છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ ફરિયાદ નોંધાવી હતી. 2 સપ્ટેમ્બર 2022ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.



ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહ્યા હતા. જે વિવાદિત ટીપ્પણી પર તેમના વિરુધ ફરિયાદ નોંધાઈ હતી.પ્રતાપ જીરાવાલા (ચોવટીયા ) દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો થયા હતા. તે દરમિયાન પોતાના ચૂંટણી સંબોધનમાં જે તે સમયે તત્કાલિન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર