Naroda News - નરોડા ગામના 2002ના રમખાણ કેસમાં થોડી જ વારમાં આવશે ચુકાદો

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (15:36 IST)
-  અમદાવાદના નરોડા પાટિયા હત્યાકાંડમાં આજે બપોર બાદ ચુકાદો આવશે
-11 લોકોની હત્યા કરવા બદલ 68 આરોપી સામે સીટ કોર્ટ બપોરે ચુકાદો આપશે
- આજે સવારે આવનારો ચુકાદો બપોરે અઢી વાગ્યા બાદ મુલતવી રહ્યો..
- માયાબેન કોડનાની, ડોક્ટર જયદીપ પટેલ અને બાબુ બજરંગી સહિતના આરોપી છે આ કેસમાં..

નરોડામાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણમાં લઘુમતિ સમુદાયના 11 લોકોના મોત થયા હતા. રાજ્યના ભૂતપુર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બંજરંગ દળના નેતા બાબુ બજરંગી અને પુર્વ રાજ્ય VHPના પ્રમુખ જગદીપ પટેલ ટ્રાયલનો સામનો કરી રેહલા 86 આરોપીઓમાં સામેલ છે. આ 86 આરોપીઓમાંથી 18 લોકોના મોત થઈ ગયા છે. આજે કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
 
ગુજરાતના નરોડા ગામમાં 28મી ફેબ્રુઆરી 2002ના રોજ રમખાણ થયા હતા અને આ હિંસામાં 11 જેટલા લોકોના મોત થયા હતા. આ કેસમાં કોર્ટે ગત અઠવાડિયે જ સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2010માં શરુ થયેલી ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી અને અંદાજે 13 વર્ષ સુધી ચાલી રહેલા આ કેસની સતત છ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. 
 
પ્રધાનમંત્રી મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કોડનાનીને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવીને 28 વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે  બાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોડનાનીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ રમખાણ વર્ષ 2022માં થયેલા નવ મોટા કોમી રમખાણોમાંથી એક હતો અને આ કોસની તપાસ SIT દ્વારા કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર