ગુજરાતના અમદાવાદમાં એક વિશેષ અદાલત ગુરુવારે 2002ના 'નરોડા ગામ' કોમી રમખાણોના કેસમાં તેનો ચુકાદો સંભળાવશે. નરોડા ગામની તે ભયાનક ઘટનામાં મુસ્લિમ સમુદાયના 11 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને ભૂતપૂર્વ રાજ્ય VHP પ્રમુખ જયદીપ પટેલ આ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા 86 આરોપીઓમાં સામેલ છે. ટ્રાયલના 86 આરોપીઓમાંથી 18નું મોત થઈ ચુક્યું છે.
આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
2002ના કોમી રમખાણો દરમિયાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં 11 લોકોની હત્યાના કેસમાં કોર્ટ ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવશે. આ દરમિયાન તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટે ગયા અઠવાડિયે જ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 2010માં શરૂ થયેલી ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી અને લગભગ 13 વર્ષ સુધી ચાલેલા આ કેસની સતત છ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થયા હતા અમિત શાહ
સપ્ટેમ્બર 2017 માં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાનીની તરફેણમાં બચાવ સાક્ષી તરીકે હાજર થયા હતા. 2002ના ગુજરાત રમખાણોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ SITનો આ 9મો કેસ છે. આ કેસમાં કુલ 86 આરોપી હતા, પરંતુ તેમાંથી 18 ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.
ગોધરાકાંડ બાદ બનેલી આ ઘટનામાં 11 લોકોના થયા હતા મોત
28 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 58 મુસાફરોના મોત થયાના એક દિવસ બાદ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં રમખાણો દરમિયાન 11 લોકો માર્યા ગયા હતા. આરોપીઓ પર આઈપીસી કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર એસેમ્બલી), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારો સાથે રમખાણ), 129બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે 187 સાક્ષીઓની તપાસ કરી હતી જ્યારે બચાવ પક્ષે 57 સાક્ષીઓને તપાસ્યા હતા. જુલાઈ 2009માં શરૂ થયેલા આ કેસમાં લગભગ 14 વર્ષ બાદ હવે ચુકાદો આવવાનો છે.
આ રીતે સામે આવ્યું બાબુ બજરંગીનું નામ
આ મામલામાં એક સ્ટિંગ ઓપરેશનમાં બજરંગ દળના બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગીનું નામ સામે આવ્યું હતું. બજરંગી બાદમાં વીએચપી અને શિવસેનામાં જોડાયા હતા. સ્ટિંગ ઓપરેશનમાં બાબુ બજરંગી મહારાણા પ્રતાપ જેવું કંઈક કરવાની વાત કરતો જોવા મળ્યો હતો અને તેણે સ્વીકાર્યું હતું કે રમખાણો દરમિયાન તે નરોડામાં હાજર હતો. તેમને માર્ચ 2019માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા ગુજરાતની મોદી સરકારના મંત્રી માયા કોડનાનીને 2013માં નરોડા પાટિયા કેસમાં 28 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી જેમાં 97 લોકો માર્યા ગયા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે રજા આપી હતી.