અમેરિકાથી રમકડાં અને પુસ્તકોમાં હાઈબ્રિડ ગાંજો મંગાવનાર પશ્ચિમ બંગાળથી ઝડપાયો

શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (18:41 IST)
- કુરિયર કંપનીની આડમાં રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ અને ગાંજો
- 46 લાખની કિંમતના 6 કિલો ગાંજો
-પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને ફૂકેટથી પાર્સલ મારફતે આવ્યું

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા યુવાધનને નશાના રવાડે ચડાવવા નવા નવા રસ્તાઓ અપનાવાઈ રહ્યા છે. અમદાવાદમાં ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અમેરિકા તથા કેનેડા જેવા દેશોમાંથી રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું. સાયબર યુનિટને તે દરમિયાન 2.31 લાખની કિંમતનું 2.31 ગ્રામ કોકેઈન અને 46 લાખની કિંમતના 6 કિલો ગાંજો મળી આવ્યો હતો.

આ કેસની વધુ તપાસ કરતાં સાયબર ક્રાઈમ બ્રાંચે એક આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અમેરિકા તથા કેનેડા જેવા દેશોમાંથી રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થો લાવીને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓના જુદા જુદા સરનામા પર મંગાવનારની ટેકનીકલ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ ધ્વારા તપાસ કરાતા પોલીસને પશ્ચિમ બંગાળની કડી મળી હતી. પોલીસે પશ્ચિમ બંગાળ જઈને કાર્તિક રાજબંસી નામના આરોપીને કોલકાતાથી ઝડપી લીધો હતો. આરોપીને અમદાવાદ લાવીને વધુ પુછપરછ કરવામાં આવશે. વિદેશી ડ્રગ્સ પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને ફૂકેટથી પાર્સલ મારફતે આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કુરિયર ઉપર અલગ અલગ એડ્રેસ આપવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત અને બરોડા, નવસારી સહિતના ગામોના એડ્રેસ હોવાથી સાયબર ક્રાઈમ પોલીસે તપાસ વધુ સઘન કરી હતી.

અમેરિકા, કેનેડા, ફુકેતથી કુરિયર કંપનીની આડમાં રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ અને ગાંજો ભારતમાં મોકલવામાં આવતો હતો. જેમાં પુસ્તકના પાનામાં ડ્રગ્સને પલાળીને રાખવામાં આવતું હતું. બાદમાં ડિલીવરી મળતા પેજના નાના ટુકડા કરીને પાણીમાં પલાડીને તેમાં ડ્રગ્સ તૈયાર કરી કુરિયર કંપની દ્વારા ડિલિવરી કરવામાં આવતી હતી. સાયબર યુનિટે આ ખુલાસા સાથે ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારને ટ્રેસ કરાયો હોવાનો પણ તે સમયે દાવો કર્યો છે.પરંતુ હવે તેને પકડી લેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર