નસીબનો કોળિયો: ગત વર્ષે વરસાદમાં તણાયેલો રૂપિયા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ પરત મળ્યો

ગુરુવાર, 16 જૂન 2022 (11:30 IST)
મહેનતની કમાણી અને નસીબ હોય તેને કોઇ છિનવી શકતું નથી. હાથમાંથી કોળિયો કોઇ છિનવી શકે પરંતુ નસીબનો કોળિયો કોઇ ન છીનવી શકે. આવો અનોખો અને અજીબો ગરીબ ઘટના ગુજરાતના હળવદના રણછોડગઢ ગામેથી સામે આવી છે. ગત વર્ષે ભારે વરસાદમાં ઝુંપડા સહિતની ઘરવખરી સાથે જમીનમાં દાટેલા રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયા બાદ આજે એક વર્ષ બાદ આ ડબ્બો રણછોડગઢ નજીકના સરંભડા ગામના માલધારી યુવાનોને મળી આવ્યો હતો આ યુવકે ઇમાનદારી દાખવી તેને મૂળ માલિકને પરત કર્યો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે ભારે વરસાદ પડ્ય્પ હતો. જેમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરની વાડીએ ઝુંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી. આ સામાનની સાથે ઘરની નજીક જમીન રૂપિયા ભરેલો ડબ્બો દાટ્યો હતો તે પણ આ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. આ ઘટના અંગે મુન્નાભાઈએ આજુબાજુના ગામના લોકોને પણ જાણ કરી હતી.
 
આ વાત વર્ષ વિતી ગયું હતું ત્યારે ગઇકાલે ફરી વરસાદ ખાબકતા ડબ્બો તણાઇને હળવદના સરંભડા ગામના તળાવ નજીક તણાઇને આવ્યો હતો. ત્યારે આજે સવારે માલધારીઓ પશુઓ લઇને સીમમાં ચરાવવા જતાં હતા ત્યારે આ ડબ્બા પર નજર પડી હતી અને ડબ્બો ખોલીને જોયો તો અંદર 22 હજાર રોકડા મળી આવ્યા હતા. 
 
માલધારીઓએ મૂળ માલિકની ચકાસણી કરી મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરને પરત કર્યો હતો હતો. આ કળિયુગમાં પણ ઇમાનદારી અને માનવતા દાખવી માલધારીઓએ સમાજ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મૂળ માલિકને રૂપિયા ભરેલો ડબ્બો પરત મળતાં તેના ચહેરા પર ખુશીની લહેર છવાઇ ગઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર