સ્ત્રી-પુરૂષના પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મેલા બાળકનું કરાવ્યું ઓપરેશન

મંગળવાર, 15 જૂન 2021 (10:34 IST)
બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા એક ગામમાં 9 વર્ષની બાળકી જન્મથી પુરૂષના ગુપ્તાંગ સાથે જન્મી હતી. ત્રીજા ધોરણમાં ભણતી આ બાળકીને સ્ત્રી પુરૂષના અંગ હતા. જેથી 4 મહિના પહેલાં ઓપરેશન કરી પુરૂષનું ગુપ્ત અંગ ગાઢી દેવામાં આવ્યું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલે મહિના સુધી મોનિટરિંગ કર્યા બાદ વિનામૂલ્યે સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. 
 
પોતાની દિકરીના શરીરમાં સ્ત્રી પુરૂષ અંગ હોવાથી તેના ઓપરેશન માટે માતા પિતાને ઘણા ડોક્ટરોને મળ્યા હતા અને રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ નિરાશ હાથ લાગી હતી. ત્યારે 4 મહિના પહેલાં બનાસ મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં 4 મહિના પહેલાં બતાવ્યું હતું અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. 
 
ઓપરેશન કર્યા બાદ ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે દિકરીના માતા પિતાની ઇચ્છા હતી કે તેમનું સંતાન દીકરી જ રહે. જેથી ડો. કલ્પેશ પટેલ અને ડો. ફોરમ મોઢની ટીમે સફળતા પૂર્વક ઓપરેશન કરીને પુરૂષના ગુપ્ત અંગને દૂર કર્યો હતો. અત્યારે બાળકી સ્વસ્થ્ય છે. બાળીકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારી દિકરી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે. તે પોતે આ વિચિત્ર સ્થિતિમાં હોવાછતાં તેની માનસિક સ્થિત ઘણી સારી હતી. બાળકીની આ સ્થિતિ અંગે શાળાને શિક્ષકોને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર