પતિની હત્યાના ગુનામાં 10 વર્ષની સજા કાપ્યા બાદ 50 વર્ષની મહિલાને હાઇકોર્ટે નિર્દોષ જાહેર

બુધવાર, 13 ઑક્ટોબર 2021 (17:17 IST)
યે અંધા કાનૂન હૈ... આ કહેવતને સાચી સાબિત કરનારો એક કિસ્સો તાજેતરમાં જ કચ્છમાં જોવા મળ્યો છે. કચ્છમાં પતિને મોતને ઘાટ ઉતારવાના આરોપમાં જેલમાં સજા કાપી રહેલી પત્ની સામેના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. પતિની હત્યા કર્યા હોવાની કબુલાત કર્યાના દાવા સાથે થયેલ ફરિયાદના આધારે આજીવન જેલની સજા થઈ હતી. જોકે પત્ની સામેના આરોપો બાબતે ગુજરાત હાઇકોર્ટે સચોટ પુરાવાના અભાવે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેથી 1 દાયકાથી જેલમાં સજા કાપી રહેલા પત્ની હવે જેલમાંથી છૂટશે.
 
 
2011માં મહિલા પર હત્યાનો આરોપ લાગ્યો હતો,  વર્ષ 2011માં કચ્છ જિલ્લાના ભુજમાં પત્નીએ ઘરકંકાસથી કંટાળીને પોતાના પતિને છરીના 32 ઘા મારીને હત્યા કરી નાખ્યું હોવાનો આરોપ લાગ્યો હતો. જે બાબતે મૃતકના જમાઈએ તેની સાસુ એટલે કે મૃતકના પત્ની સામે ફરિયાદ કરી હતી. ભુજ સેશન્સ કોર્ટે પત્ની પાસે મળેલ છરી અને તેના કપડા પરના ડાઘ જોવા મળ્યા હતા. ઉપરાંત પોલીસ તરફથીએ પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી. જેના આધારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
 
 
ગુજરાત હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો જોકે હાઈકોર્ટે આ બાબતે સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી ન હોવાનું નોંધ્યું હતું. આ બાબતે પત્નીનો કેસ લડી રહેલ વકીલ દીપિકા બાજપાઇએ જણાવ્યું કે પત્ની સામે લાગેલા આરોપ સાબિત કરવાની કડી મળી ન રહી હતી. જેને લઈને આખરે 10 વર્ષની સજા કાપ્યા બાદ 50 વર્ષની મહિલાને નિર્દોષ જાહેર કરવામાં આવી છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર