અસાની વાવાઝોડાના ભયાનક દ્રશ્યો - અસાની વાવાઝોડાનો સામનો કરવા NDRFની 50 ટીમો ગોઠવાઈ

બુધવાર, 11 મે 2022 (12:42 IST)
ગંભીર ચક્રવાત આસાનીથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા NDRFની કુલ 50 ટીમોને તૈયાર રાખવામાં આવી છે. એનડીઆરએફના પ્રવક્તાએ કહ્યું કે 50 ટીમોમાંથી 22ને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તૈનાત કરવામાં આવી છે અને બાકીની 28 ટીમોને આ રાજ્યોમાં એલર્ટ (તૈયાર) રહેવા માટે કહેવામાં આવ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 12 ટીમો, આંધ્ર પ્રદેશમાં નવ અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

Impact of #Cyclone #Asani over #AndhraPradesh.
Its about #50km south-southeast of #Machlipatnam pic.twitter.com/7xJqhMqUmb

 — usd (@usd0705) May 11, 2022                                                                                  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર