અમદાવાદના એસજી હાઈવે પર સ્પીડના કારણે પાંચ મહિનામાં 49 અકસ્માત, 14 મોત

શનિવાર, 2 જુલાઈ 2022 (17:25 IST)
અમદાવાદ શહેરમાં સ્પિડ લીમીટ તો દુર રહી પરંતુ અકસ્માતો રોકવા માટે પણ ટ્રાફિક પોલીસ નિષ્ફળ રહી હોવાનું નકારી શકાય તેમ નથી. છેલ્લા પાંચ માસમાં 49 અકસ્માતો પોલીસ ચોપડે નોધાયેલા છે. જેમાં 14 જેટલા મોત થયા છે. એટલે કે, દર મહિને બે કે 3 મોત થતા હોય છે અને 10 જેટલા અકસ્માત સર્જે છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર પાંચ મહિનામાં 14 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પોલીસ જાહેર ખબર અને પ્લાનિંગ કે પછી ટ્રાફિકની કમિટી શું કરી રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.છેલ્લા કેટલાય વર્ષોથી એસજી હાઇવે પર અનેક મોટા અકસ્માતો સર્જાયા છે તેમ છતાં તેમા કોઇ સર્વે કરાયો કે ન કરાયો તે અંગે પણ રહસ્ય છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક વિભાગ આટલા અકસ્માત બાદ ફરી એક વાર જાગ્યું છે કેમકે, છેલ્લા 5 મહિનામાં એસજી હાઇવે પર 49 અકસ્માતો સર્જાયા છે. જેમા અનેક લોકોના મોત થયા છે. એક કરતા વધારે લોકોના પણ મોત થયા છે. બ્રીજ બનાવ્યા બાદ પણ અકસ્માતોની ઘટના ટળી નથી અને બ્રીજ પર થતાં અકસ્માતમાંથી પડવા બાદ મોતના બનાવો પણ સામે આવ્યા છે.

ગાંધીગનરથી જલદી અમદાવાદ આવવા માટે બ્રીજ બનાવી વ્યવસ્થા કરી પરંતુ તેના કારણે સ્પિડ વધી અને અકસ્માત વદ્યા તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. મહત્વની વાત તો એ છે કે, તાજેતરમાં બ્રીજ પર થયેલા એક અકસ્માતમાં નવયુગલ પડી ગયું હતુ અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. ઓવર સ્પિડમાં આવતા વાહને તેમને ટક્કર મારી હતી આમ ઘટના બન્યા બાદ ટ્રાફિક વિભાગ જાગ્યું છે અને હવે સર્વે હાથ ધર્યો હોવાનું બહાર આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર