કોરોનાકાળ વચ્ચે ગુજરાતમાં 252 શિક્ષકોની હંગામી ધોરણે ભરતી કરાશે, આટલો હશે પગાર

બુધવાર, 26 મે 2021 (10:33 IST)
પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 252 જગ્યા માટે હંગામી ધોરણે ભરતી કરાશે. ઉમેદવારો 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત હશે.
 
સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતે પોતાની અધિકારિક વેબસાઈટ પર સ્કૂલ શિક્ષકોના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમજ ઈચ્છુક ઉમેદવારો એસએસએ ગુજરાત શિક્ષક ભરતી 2021 માટે એસએસએ ગુજરાતની અધિકારિક વેબસાઈટ ssarms.gipl.in પર આવેદન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આવેદન કરવાની અંતિમ તારીખ 31 મે 2021 છે.
 
એસએસએ શિક્ષકોની ભરતી સંપૂર્ણ શિક્ષાના અંતર્ગત જિલ્લા સ્તરીય ઉત્કૃષ્ઠ વિદ્યાલયોમાં કરવામાં આવશે. ધોરણ 6 થી 8 સુધીના ગણિત-વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયો માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને લેવામાં આવશે.
 
જે ઉમેદવારોની પાસે 3 વર્ષની ઈન્ટીગ્રેટેડ બીએડ યોગ્યતા છે, જેમ કે 4 વર્ષ બેચલર ઈન એલીમેન્ટ્રી એજ્યુકેશન (B.EI.ED.)/ 4 વર્ષ B.Sc. શિક્ષણ (બીએસસી.એડ) / ચાર વર્ષીય બીએ શિક્ષણ (બીએ બીએડ) / ચાર વર્ષીય બી.કોમ જેમણે બીકોમ બીએડ કર્યું હોય તે લોકો આ જગ્યા માટે આવેદન કરી શકે છે. 
 
જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, શિક્ષકોની ભરતી સ્કૂલ ઓફ એક્સલન્સી અંતર્ગત થશે. સરકાર જ્યારે આ અંતર્ગત બજેટ ફાળવશે નહીં તો આ શિક્ષકોનો કરાર આપોઆપ પૂરો થયો ગણાશે. ભરતી માટે શિક્ષક ઉમેદવારોએ માત્ર ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. અરજી બાદ એસએસએ દ્વારા સ્થળ પસંદગી અંગે આગામી ગાઇડલાઇન જાહેર કરાશે.
 
માધ્યમિક, ઉ. માધ્યમિકમાં ખાલી જગ્યા ભરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાય છે. માધ્યમિકમાં એક પિરિયડના 75, ઉ.માધ્યમિકમાં રૂ. 90 અપાય છે, જે 13,500થી વધુ થવા ન જોઈએ. જ્યારે પ્રાથમિક સ્કૂલો માટે 26 હજાર મહેનતાણું નક્કી કરાતા શિક્ષણ બેડામાં જ ચર્ચા જોવા મળી રહી છે.
 
ઈચ્છુક ઉમેદવાર એસએસએ ગુજરાતની અધિકારીકિ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને 20 મે થી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર