વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. નેક્ટર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેક્ટરીમાંથી 1 હજાર કરોડની કિંમતનું 200 કિલો MD ડ્રગ્સ પકડાયું હોવાની આશંકા છે. આટલો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ, ATSની ટીમે તપાસ માટે ફોરેન્સિક અધિકારીઓને બોલાવ્યા છે અને કંપનીમાં કાર્યવાહી ચાલી રહી છે.સાવલીના મોક્ષી ગામની નેક્ટર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.
200 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ હોવાની સાંભવના છે. 1 હજાર કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ હોવાની પોલીસને આશંકા છે. ગુજરાત ATS થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરશે.મોક્ષી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી છે અને કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. આ માહિતી મળતા જ ગુજરાત ATS અને વડોદરા SOGના 25થી વધુની ટીમે દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટાપાયે MD ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.ATSના ઉચ્ચ અધિકારીઓ, FSL, પોલીસની વિવિધ બ્રાંચો અને મામલતદાર સહિ ના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.