Surat Crime News - કિશોરી સાથે દુસ્કર્મ આચરનારને 20 વર્ષની સજા

શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (12:15 IST)
surat crime news
સુરતમાં એક વર્ષ અગાઉ સચિન ખાતે રહેતી 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહણર કરી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આરોપી શાહરુખ ખાનનો મોટો ફેન છે. તેણે સુરતમાં ડુપ્લીકેટ શાહરુખ બની સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા મુક્યા છે. ત્યારે સગીરાને આવી જ બધી સ્ટાઈલથી પોતાની સાથે લઇ જઈ દુષ્કર્મ ગુજારનાર નકલી શાહરુખને કોર્ટે સજા સંભળાવી છે. સુરતના સચિન વિસ્તારમાંથી ગત 9 ઓક્ટોબર 2022ના રોજ 17 વર્ષની સગીરાને 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માધી અપહરણ કરીને ફરાર થઈ ગયો હોવાથી ફરિયાદ નોંધાઈ હતી.

લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટ ખાતે જરીના કારખાનામાં કામ કરતી હતી. આ જ એસ્ટેટમાં 50 વર્ષીય આરોપી અબ્દુલ હાસીમ માધી પીડિતાને કંપનીની ગાડીમાં કંપનીએ લઈ જવાનું અને ઘરે મૂકવાનું કામ કરતો હતો. આરોપી 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રીક્ષા લઈને લેવા ગયો હતો. જોકે, સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિજનોએ શોધખોળ કરી હતી. પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પલસાણાના ફ્લાય ઓવરની નીચે રીક્ષા મૂકીને પીડિતાનું અપહરણ કરી ગયો છે. મોટી ઉંમરનો આરોપી સગીરાને ભગાડી ગયો હોવાના બનાવને પોલીસે ગંભીરતાથી લીધો હતો. જેથી આરોપીને પકડી પાડવા પોલીસે જુદી જુદી ટીમો કામે લગાવી હતી. ત્રણ દિવસમાં આરોપી અબ્દુલ માધીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીને કડકમાં કડક સજા થયા તે મુજબ ઊંડાણપૂર્વકની તપાસ કરી પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપી સામેના તમામ પુરાવાઓ એકત્ર કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરાને ભગાડી 50 વર્ષીય અબ્દુલ હસીમ માધી બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો ખૂબ મોટો ફેન છે. તે કાયમ પોતાની જાતને શાહરુખ ખાનની જેમ જ રાખે છે. સોશિયલ મીડિયામાં ડુપ્લીકેટ શાહરુખ ખાન બનીને ફોટા અને રીલ્સ પણ અપલોડ કરે છે. આવી બધી સ્ટાઈલો કરી અને બતાવીને સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે નકલી શાહરૂખ ખાન ઉર્ફે અબ્દુલ હમીદ હાસિમ માધિને કોર્ટે દોષિત જાહેર કરતા સુરતના નકલી શાહરુખને 20 વર્ષની જેલ ભોગવવાનો વારો આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર