ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યશમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચ્તર માધ્યશમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની વર્ષ-૨૦૨૧ની બોડર્ની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન આગામી તા. ૨૦/૨/૨૦૨૧ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે જેની સંબંધિત તમામને નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવ્યું છે.