સુરતમાં 10 કરોડ તિરંગા બન્યા, વિમાન-ટ્રેન-ટ્રકમાં દેશભરમાં મોકલાયાં, 2 લાખ લોકોને રોજગારી મળી

મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (11:22 IST)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. જો કે, મોટા ભાગના તિરંગા સુરતમાં બન્યા હશે. સુરતે 10 કરોડથી વધારે તિરંગા બનાવ્યા છે જેમાં 5 કરોડ મીટર કાપડ વપરાયું છે તેમજ 2 લાખ લોકોને રોજગારી મળી છે. આ તિરંગા દેશના ખુણે ખુણે મોકલવા વિમાન, ટ્રેન, ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે. કાપડ મંત્રાલયે ઘણા રાજ્યોના વેપારીઓ સાથે મિટિંગ કરી હતી પરંતુ માત્ર 35 દિવસ બાકી હોવાથી કોઈએ ઓર્ડર સ્વિકાર્યો ન હતો.પહેલા કોટન અથવા ખાદીમાંથી બનાવેલા તિરંગાનો ઉપયોગ કરવાનો નિયમ હતો. પરંતુ 2022માં સરકાર દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે, પોલિએસ્ટરમાંથી બનેલા તિરંગાનો પણ ઉપયોગ કરી શકાશે. સુરતમાંથી પોલિએસ્ટર કાપડમાંથી તિરંગા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ હવે પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ થશે નહીં.કાપડ ઉદ્યૌગકાર કૈલાશ હકીમ કહે છે કે, શહેરના કાપડ વેપારીઓને તિરંગા બનાવવા માટે હજી પણ દેશના અલગ અલગ રાજ્યોમાંથી ફોન કોલ આવી રહ્યા છે.’વેપારીઓ કહે છે, સુરતે 35 દિવસમાં ઓર્ડર પુરો કર્યો છે. અમારી ફેક્ટરમાં કર્મચારીઓ તિરંગા બનાવતી વખતે ચપ્પલ કાઢીને કામ કરતા હતા.તિરંગા બનાવવાથી રોજગારી પણ મોટા પ્રમાણમાં મળી છે. જેમાં તિરંગા બન્યા બાદ તેનુ સ્ટિચિંગ કરવા માટે મહિલાઓ, ત્યાર બાદ પેકિંગ ઉપરાંત લૂમ્સ, વિવર્સ લોજીસ્ટિક, સહિત મળીને 2 લાખ લોકોને રોજગારી મળી હોવાનો અંદાજ છે. જેમાંથી સૌથી વધારે રોજગારી મહિલાઓને મળી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર