મનરેગાના શ્રમિકોને આઉટસોર્સિંગમાં મુકવાના સરકારના પરિપત્ર પર હાઈકોર્ટે રોક લગાવી
ગુરુવાર, 6 જૂન 2019 (12:29 IST)
મનરેગા યોજનાની અમલવારી માટે કામ કરતા શ્રમિકને આઉટસોર્સિંગમાં મુકવા માટે રાજ્ય સરકારે કરેલા પરિપત્ર પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાલ મનરેગા યોજના અંતર્ગત લોકોને ટર્મિનેટ કરીને આઉટસોર્સિંગ એજન્સીમાં મુકવા સરકાર આગામી મુદત સુધી કોઈ પગલાં લઈ શકશે નહીં. આ સિવાય હાઈકોર્ટે સરકારનો પરિપત્ર પ્રાથમિક રીતે ગેરકાયદે હોવાનો પ્રથમદર્શી મત વ્યક્ત કર્યો છે. આ પરિપત્રના કારણે રાજ્યભરમાં હજારો લોકોને હાઈકોર્ટના મનાઈહુકમથી રાહત મળી છે. તેમજ હાઈકોર્ટે લોકોને ટર્મિનેટ કરીને આઉટસોર્સિંગ એજન્સીમાં મુકવાના નિર્ણયથી કર્મચારીઓનું શોષણ થશે તેવી રજૂઆતને પ્રથમદર્શી રીતે સ્વીકારી ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોગામ ઓફિસર, એક્સટેન્શન ઓફિસર સહિતના પદો પર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના મહેકમમાં 2014માં સરકારે આપેલી જાહેરાતના આધારે ભરતી કરાઇ હતી. આ મામલે કોર્ટે સરકારને નોટિસ ઇશ્યુ કરી 11 જૂન સુધીમાં ખુલાસો કરવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને ટર્મિનેટ કરવાના નિર્ણયને પગલે હાઈકોર્ટમાં અરજી થઈ છે.