અમરેલીના હીરાણી પરિવારની દીકરીને 3.5 કિલો વોટની સોલાર પેનલો આપી, વીજબિલમાંથી કાયમી રાહત

ગુરુવાર, 25 નવેમ્બર 2021 (13:54 IST)
સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારોના લગ્ન સહિતના પ્રસંગોમાં સેવા પ્રવૃતિ ઉપરાંત કંઈક નવું કરવાનો પ્રયાસ થાય છે. વૃક્ષારોપણ, પુસ્તક વિતરણ,રક્તદાન શિબિર, તુલસી છોડ વિતરણ જેવી પ્રવૃત્તિ જોવા મળે છે. અમરેલી જિલ્લાના ચારણ સમઢીયાળા નામ વતની અને સુરત નનસાડ રોડ સ્વપ્ન વિલા રેસિડેન્સીમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈ હીરાણીની દીકરી પ્રિયંકાના લગ્ન રાધે ફાર્મ સરોવર ખાતે યોજાયા હતા જેમાં નવદંપતીને 3.5 કિલો વોટની સોલાર પેનલની ભેટ અપાઈ હતી.

કનુભાઈએ જણાવ્યું કે કરિયાવરમાં ઘરવખરીનો સામાન અપાય છે. જો કે, તેની કિંમત ઘટતી હોય છે પરંતુ આ એવી ભેટ છે કે જે મારી દીકરીના પરિવારને કાયમ લાઈટ બિલ ભરવામાંથી છૂટકારો આપશે. ઉપરાંત વાતાવરણ પણ પ્રદૂષણ મુક્ત બનશે, જેથી પર્યાવરણ જાગૃતિ અને દીકરીને કાયમી ઉપયોગી થાય તેવી વસ્તુઓ અમે ભેટમાં આપી છે. તેનો સંતોષ અને સમાજના અન્ય લોકોમાં પણ આ પ્રકારની જાગૃતિ આવે તે માટે પહેલ કરી છે. આવનારા દિવસોમાં અન્ય પરિવારો પણ પોતાની દીકરીને આવી ભેટ આપતા થઈ જાય તો અમારો પ્રયાસ સફળ ગણાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર