અમદાવાદ સહિતનાં છ શહેરોમાં ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી કરાશે

બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:42 IST)
ક્રિમિનલ તપાસની દિશામાં ડિજિટાઇઝેશન તરફ એક મોટા પગલામાં અમદાવાદ સહિત છ મોટા શહેરોમાં હવે પોલીસે ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી ફરજિયાત કરવાનું રહેશે. મુંબઇ, દિલ્હી ઉપરાંત હૈદરાબાદ, બેંગલુરુ અને ચંડીગઢમાં પણ પ્રારંભિક તબકકામાં આ કામગીરી હાથ ધરાશે તેમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે.આ એપ તપાસ માટે દરેક પોલીસ સ્ટેશને ઉપયોગ માટે આપવામાં આવેલાં સેલ ફોન પર આ એપ ડાઉનલોડ કરી શકાય છે. જસ્ટિસ યુ યુ લલિત અને ડી વાય ચંદ્રચૂડની બેન્ચે કન્સેપ્ટના પૂરાવા તરીકે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વિકસાવાયેલી એક અન્ય એપના ટેસ્ટિંગના પાસા અંગે ગુજરાતના હોમ સેક્રેટરીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.  ગુજરાતના હોમ સેક્રેટરીને નોટિસ જારી કરતી વેળાએ બેન્ચે કહ્યું હતું કે 'ગુજરાતે આ મોરચે ખાસી પ્રગતિ હાંસલ કરી લીધી છે, હવે અમે આશા રાખીએ કે સત્તાવાળાઓ સર્વગ્રાહી અને યૂઝર ફ્રેન્ડલી મોડેલ વિકસાવે કે જેને અન્ય રાજ્યો પણ ઉપયોગમાં લઇ શકે. કેન્દ્ર વતી હાજર રહેલા એડવોકેટર શિરિન ખજુરિયાએ જણાવ્યું હતું કે કોર્ટના અગાઉના ચુકાદાનું પાલન કરીને એક સેન્ટ્રલ ઓવરસાઇટ બોડી (સીઓબી)ની રચના કરાઇ છે અને એક ખાસ સેક્રેટરીએ આ મામલે એક એફિડેવિટ ફાઇલ કરી છે. આ એફિડેવિટમાં જણાવાયું છે કે ક્રાઇમ સીનની વીડિયોગ્રાફીનો અમલ તબક્કાવાર કરાશે. પ્રથમ તબક્કામાં માત્ર છ શહેરોમાં તે અમલી બનશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર