13 ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. દરેક બહેનના મનમાં પોતાના ભાઈને રાખડી બાંધીને તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરવાનો ઉમળકો હોય છે. બહેન ગમે તેટલી ભણેલી કેમ ન હોય પણ ભાઈના શુભચિંતક હોવાને કારણે તે રાખડી તો શુભ મુહુર્તમાં જ બાંધે છે. દરેકને એક જ પ્રશ્ન હોય છે કે આ વખતે રક્ષા બંધનનું શુભ મુહુર્ત ક્યારે છે.
રક્ષાબંધન શ્રાવણમાં પૂનમને દિવસે આવે છે. જેથી જ્યોતિષીઓ મુજબ રક્ષાબંધનનુ કામ શ્રવણ નક્ષત્રમાં જ કરવુ જોઈએ. શાસ્ત્રોમાં બ્રહ્મકાળને શુભ કાર્ય માટે નિષેધ માનવામાં આવે છે. બ્રહ્મકાળ સવારે 12.10 સુધી રહેશે. તેથી રક્ષાબંધનૌ મુહુર્ત 12.10 વાગ્યા પછીનુ છે. જેથી શુભ મુહુર્ત સાંજે 6 વાગ્યા સુધીનુ છે.
રક્ષા બંધન માટે ઉત્તમ મુહુર્ત
બપોરે 12 થી લઈને 1.30 વાગ્યે - ચલ બપોરે 1.30થી બપોરે 3 વાગ્યા સુધી - લાભ બપોરે 3 વાગ્યાથે સાંજે 4.30 વાગ્યા સુધી - અમૃત સાંજે 6 વાગ્યાથી સાંજે 7.30 સુધી - લાભ રાત્રે 9 વાગ્યાથી 10.30 સુધી - શુભ.