Maha Kumbh News: હા મિત્રો તમે સાચુ વાંચી રહ્યા છો. વારાણસીના ધીરજ સિંહે મહાકુંભમાં મકાઈના લોટથી એવુ કુલ્હડ બનાવ્યુ છે જેને તમે ચા પીધા પછી ખાઈ શકો છો. કુલ્હડના ફ્લેવર પણ ઘણા છે.. ચોકલેટ સ્ટ્રોબેરી અને ઈલાયચી. તેમની દુકાન પર લખ્યુ પણ છે, 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ'
મેળા વાળા સ્થાન પર તેમની દુકાન પર સવારથી સાંજ સુધી ગ્રાહકો આવતા-જતા રહે છે. અનેક લોકો તેમના બોર્ડ જોઈને ચોંકી પણ જાય છે. ચા પીવા આવેલા સુશીલે તેનો ટેસ્ટ સ્વાદિષ્ટ બતાવ્યો. તેઓ કહે છે કે આ ચા તો સારી બનાવે છે જ, ચોકલેટ ફ્લેવરની કુલ્હડ ખાઈને મજા આવી ગઈ.